ભારત ચૂંટણીફંડ મેળવે છે અને અમેરિકાનો ફાયદો ઉઠાવે છેઃ ટ્રમ્પ

ભારત ચૂંટણીફંડ મેળવે છે અને અમેરિકાનો ફાયદો ઉઠાવે છેઃ ટ્રમ્પ

ભારત ચૂંટણીફંડ મેળવે છે અને અમેરિકાનો ફાયદો ઉઠાવે છેઃ ટ્રમ્પ

Blog Article

અગાઉની બાઇડન સરકાર અને યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) પર હુમલા ચાલુ રાખતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે દાવો કર્યો હતો કે બાઇડન સરકારે ભારતને ચૂંટણીમાં મદદ કરવા માટે 18 મિલિયન ડોલરનું ફંડ આપ્યું હતું, પરંતુ ભારતને આવા ફંડની કોઇ જરૂર જ નથી. ભારતને વિશ્વમાં સૌથી ઊંચી ટેરિફ ધરાવતો દેશ ગણાવી ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે.

ભારતને વોટર ટર્નઆઉટ માટે 21 મિલિયન ડોલરનું ફંડ આપવા બદલ USAIDની વારંવાર ટીકા કર્યા પછી કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે ભારતને તેની ચૂંટણીમાં મદદ કરવા માટે 18 મિલિયન ડોલર. શા માટે? શા માટે જૂના બેલેટ મતપત્રો પર ન જઈએ, વોટર ID. આપણે ચૂંટણી માટે ભારતને પૈસા આપી રહ્યા છીએ. તેમને પૈસાની જરૂર નથી. તેઓ આપણો ખૂબ સારો ફાયદો ઉઠાવે છે. વિશ્વના સૌથી વધુ ટેરિફ લાદતા દેશમાં એક છે. ભારત 200 ટકા ટેરિફ લાદે છે અને પછી આપણે તેમને તેમની ચૂંટણીમાં મદદ કરવા માટે ઘણા પૈસા આપીએ છીએ.

બાંગ્લાદેશને 29 મિલિયન ડોલર આપવા બદલ USAIDની ટીકા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં રાજકીય પ્રક્રિયાને મજબૂત કરવા અને તેમને મદદ કરવા 2.9 કરોડ ડોલરનું સહાય, જેથી તેઓ કટ્ટર ડાબેરી સામ્યવાદીઓને મત આપી શકે.

ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે  અગાઉની બાઇડન સરકાર હેઠળ યુએસએઆઈડીએ વોટર ટર્નઆઉટ માટે ભારતને 2.1 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. અમેરિકી પ્રેસિડન્ટના આ દાવાથી ભારતમાં રાજકીય વિવાદ ઊભો થયો હતો.

 

Report this page